મુંબઈઃ એર ઇન્ડિયાની બેદરકારીના કારણે ન્યૂયોર્કથી મુંબઈ પહોંચેલા ભારતીય મૂળના નાગરિકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. 12 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ-116માં ન્યૂયોર્કથી મુંબઈ આવેલા ભારતીય મૂળના 80 વર્ષના ઇકોનોમી ક્લાસના પ્રવાસીએ ફલાઇટમાં વ્હીલચેર પ્રિબુક કરાવ્યું હતું. જો કે એરલાઇન દ્વારા તેમને વ્હીલચેર ન અપાતાં વિમાનથી ઇમિગ્રેશન કાઉન્ટર સુધી દોઢ કિલોમીટરનું અંતર ચાલીને કાપવાની ફરજ પડી હતી. પરિણામે પ્રવાસીનું ઇમિગ્રેશન કાઉન્ટર પર જ હૃદયરોગના હુમલાથી પત્નીની હાજરીમાં જ મોત થયું હતું.

